લીમડાનો અર્ક : Neem Extract: લીમડો આપણે બધા ઓળખીયે છીએ અને લગભગ બધે સહેલાઈથી મળી જાય. તેમા પાંદડા, બીજ અને આંતરછાલમાં એઝાડીરાક્ટીન નામનું સક્રિય તત્વ હોય છે જે જીવજંતુઓ દૂર કરવા અસરકારક છે. તે જંતુ અવરોધક કે જંતુ નાશક તરીકે કામ કરે છે. આ એઝાડિરેક્ટિન બઝારમાં 1500 પીપીએમ થી શરુ કરી 5000 પીપીએમ સક્રિય તત્વના રૂપે બાઝાર માં મળે છે પરંતુ જાતે બનાવવું હોઈ તો વિધિ આ રહી
લીમડાનો અર્ક તૈયાર કરવાની પદ્ધતિ : લીમડાના બીજ, પાન અને છાલમાંથી અર્ક બનાવી શકાય પણ બીજમાંથી બનાવેલ અર્ક સૌથી વધુ અસરકારક છે. પાંદડામાંથી રસ ચૂસતી ચુસીયા પ્રકારની જીવાત તથા ફળ અને પાંદડા કોરનારી જીવાતમાં પણ અસર કરે છે અને પાક બચાવે છે.
લીમડાના ફળ કે જેને લીંબોળી કહે છે તે પાકા ફળોને ભેગા કરી પાણીથી ફળનો માવો કે અન્ય કચરો દૂર કરી બીજ છુટા પાડી 5 થી 6 દિવસ સુકવી દેવા. સુકવ્યા બાદ એક બેગમા ભરી ભેજમુકત જગ્યાએ સંગ્રહ કરવો.
જ્યારે અર્ક તૈયાર કરવો હોય ત્યારે સુકવેલા બીજને છૂંદી ભૂકો કરી લેવો. 50 ગ્રામ બીજભુકાને 1 લિટર પાણીમા બોળી એક રાત્રી માટે રહેવા દો. જેથી બીજમાંથી સક્રિય તત્વો પાણીમાં ભળી જશે.
આ પાણીને બરાબર હલાવી બારીક કપડા વડે ગાળી લો. આ પાણી સીધુ જ છોડ પર પંપ વડે છાંટવા ઉપયોગ કરવું.
આ અર્કની છોડ પર વધુમાં વધુ એક અઠવાડિયા સુધી અસર રહે છે. જો બીજ ન હોય તો 500 ગ્રામ લાંબોળીનો ખોળ 1 લિટર પાણીમા ઉપર મુજબ બોળી અર્ક બનાવવો.
જો બીજ કે ખોળ બન્ને ન મળે તો લીમડાના પાન અને છાલનો અર્ક બનાવી શકાય. જે ઉપર જેટલો અસરકારક નથી. 5 કિલો પાંદડાને છુંદી નાખી 5 લિટર પાણીમાં રાતભર બોળી રાખવા. પછી તે ગાળી લઈ ઉપયોગ કરી શકાય છે.
1500 પીપીએમ નીમ 250 મિલી પેકીંગમાં મંગાવવા અગાઉથી નોંધાવીને પટેલ એગ્રો સીડ્સ ભૂતખાના ચોક દ્વારા મંગાવી શકાય છે
આપણા રાજકોટ કિચન ગાર્ડન ક્લબ ફેસબુક પેજમાં કિચન ગાર્ડનને લગતી સમશ્યા નો ફોટો મૂકીને જવાબ મેળવી શકાય છે , આજેજ રાજકોટ કિચન ગાર્ડન ક્લબ ફેસબુક લાઈક કરો
અમારી સાથે જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

Photo courtesy : google Image
0 comments