સ્ટરીલાઈઝ્ડ કોકોપીટમાં કેટલું પાણી ઉમેરવાનું હોય છે ? પોટમિક્સમાં કેટલું કોકોપીટ હોય ?


 કોકોપીટ કેકના સ્વરૂપમાં સ્ટરીલાઇઝ્ડ લાવી  કેટલું પાણી ઉમેરવાનું હોય છે ?



લુઝ  કોકોપીટ એટલે તમારા છોડમાં રોગ આગમન 

.આ સાથે ચિત્ર દ્વારા સમજણ આપી છે એક કિલો કોકોપીટ માં 6  લીટર પાણી ઉમેરશો તો તમને 7 કિલો ભીનું અને તમારી હાજરીમાં તૈયાર કરેલું ખુબ સરસ કોકોપીટ મળશે , આ કોકોપીટને માટી અથવાતો વર્મી કમ્પોસ્ટ સાથે મિક્સ કરી તમારા કુંડ અથવાતો  ગ્રોબેગમાં ભરી શકો છો સાથે થોડું સીવીડ અને સેન્દ્રીય તત્વ જેવુકે કેસ્ટર કેક અથવા રાયડાનો ખોળ  થોડો ઉમેરી શકો છો . માટીના કુલ જથ્થા માં કોકોપીટ 25 ટકાથી વધુ ન ભેળવવું . 20 થી 25 ટકા પૂરતું છે 40 થી 50 ટકા માટી , 20 ટકા વર્મીકમ્પોસ્ટ અને બાકીનું સીવીડ અને અન્ય પોષક તત્વો .

વધુ વિગત માટે રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી  ફેસબુક પેજ જોઈન કરી કિચન ગાર્ડન ને લગતી માહિતી મેળવી શકો છો , 

વધુ વિગતમાટે 9825229966 ઉપર વોટ્સએપ RKG9966 લખો 



📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot