રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટી RKGC ફેસબુક કોમ્યુનિટીના માધ્યમથી રાજકોટમાં જાતે પકવો જાતે ખાવ કોન્સેપટ







કિચન ગાર્ડનિંગ નો ઉદેશ સમજી લેવો જોઈએ ,  આપણા પરિવારને ઓર્ગનિક શાકભાજી દવારા સારું પોષણ આપવું છે તે આપણો  ધ્યેય હોય અને તેમાં હોબી ભળે  તો ઓર્ગનિક ગાર્ડનિંગ તમારા ઘર આંગણે જરૂર કરી શકો , ખુબ સરળ છે પણ સાથે સાથે આવતી દરેક પરિસ્થિતિ માટે ઓર્ગનિક ઉપાય તમારી પાસે હોવો જોઈએ , ઉપાયના ઉકેલ માટે આપ RKGC  કોમ્યુનિટી  ફેસબુકના માધ્યમથી ગમે ત્યારે સમશ્યાનાં નજીકથી પડેલ ફોટા સાથે એગ્રોનોમીસ્ટ પ્રવીણ પટેલને પ્રશ્નઃ પૂછી શકો છો .

આપણા રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટી  RKGC  કોમ્યુનિટી ના માધ્યમથી  અમે રાજકોટમાં જાતે પકવો જાતે ખાવ કોન્સેપટને લાવીને 500 થી વધારે ઘરે ઘરે ઓર્ગનિક કિચન ગાર્ડન બનાવવા માટે પ્રોત્સાહક ભૂમિકા ભજવીએ છીએ , આ હોબીનો અનેરો આનંદ છે , અમારી વર્ષોના અનુભવનો વિના મુલ્યે લાભ આપી રહ્યા છીએ, આખો જુલાઈ મહિનો રાજકોટના 500 થી વધારે ફેસબુક યુઝર્સને વિના મુલ્યે ઓર્ગનિક બીજ  આપીને કાર્ય શરુ કરાવ્યું છે  અમને સંતોષ છે . 

રાજકોટના દરેકનું આંગણું એક બે શાકભાજીના કુંડ કે ગ્રોબેગ વાળું હોવું જોઈએ 

તમે પણ જો  સારી રીતે શાકભાજી ઉગાડી રહ્યા છો ત્યારે ચાલો સાથે મળીને બીજા મિત્રોને પણ પ્રોત્સાહિત કરીયે એમને જરૂર પડે તો માર્ગદર્શન કે બીજ જોઈએ તો ભેટ આપીયે પણ દરેક કૈક ને કૈક વાવીને પર્યાવરણને મદદ કરે તેવું કરીયે .


પ્રવીણ પટેલ
એગ્રોનીમીસ્ટ 
9825229966 










_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot