ચોમાસા પહેલા રસોડાના કચરામાંથી કંચન જેવું ખાતર બ્લેક ગોલ્ડ જાતે બનાવો.








તમારા બગીચા માટે તમારે કમ્પોસ્ટ થયેલું ખાતર નાખવું પડશે તે માટે તમારે બઝારમાંથી સેન્દ્રીય ખાતર અથવા ગાયનું છાણ કે ગળતીયું ખાતર ગોતવું પડે પણ એવું શા માટે કરવું ? 

ઘરે જ તમે સારું કમ્પોસ્ટ ખાતર તમારા રસોડાના કચરામાંથી બનાવી શકો, સાવ સહેલું છે પહેલા કમ્પોસ્ટીંગ એટલે શું તે સમજી લો. 


કુદરતે એવી વ્યવસ્થા કરી છે કે બેક્ટેરિયા, ફૂગ, અળશીયા, બીટલ, માઈટસ, કીડી વગેરે કમ્પોસ્ટીંગ માટે તૈયાર રાખ્યા છે જે આપણા મિત્રો છે જેવી રીતે કેળાની છાલ કે પાકેલું ફળ કેવી રીતે ડીકમ્પોઝ થાય છે તેવું જ આપણા રસોડાના કચરો જેવો કે શાકભાજી અથવા ફળની છાલ, શીંગના ફોફા, લીંબુની છાલ , સુકા પાંદડા, લીલા પાંદડા વગેરે કમ્પોસ્ટ પીટમાં નાખીએ અને તેમાં જો ઉપયોગી એરોબિક બેક્ટેરિયા જે હવે બાઝારમાં મળે છે તે નાખીએ અને જરૂરી ભેજ આપીએ તો તેમાંથી ગરમી પેદા થશે અને બધું ૪૫ દિવસમાં સડીને કાળું ખાતર બની જશે જે તમારા કિચન ગાર્ડનના છોડ માટે ઉપયોગી ખાતર બનશે. 

આ કચરો એક પાઈપમાં રોજ નાખો અને દર ત્રીજા દિવસે તેમાં એરોબિક કમ્પોસ્ટીંગ બેક્ટેરિયા પાણીમાં ઉમેરી ને નાખી દો. કાણા વાળા પાઈપમાં થોડા સુકા પાન ઉમેરો અને ઉપરથી ઢાંકી દો બસ રોજ નો રસોડાનો કચરો થોડા સુકા પાન અને બેક્ટેરિયા.... ૪૫ દિવસમાં તમને કાળું ગોલ્ડ મળવાનું શરુ..... વધુ વિગત માટે ૯૮૨૫૨૨૯૯૬૬ ઉપર ફોન કરો


_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen


0 comments

Add a heading by kheti rajkot