પાંદડાવાળી શાકભાજીમાં પાલખ મોખરાનું સ્થાન ધરાવે છે. પાલખના પાન તથા પાનની કુમળી દાંડી શાકભાજી તરીકે વપરાય છે. તેમજ સુપ, ભજીયાં, સલાડ તેમજ મૂલ્ય વર્ધનમાં સુવણી કરી ઉપયોગ કરાય છે. આયુર્વેદની દ્રષ્ટીએ પાલખ રકતપિત, કફ, મદ, શ્વાસ તથા વિષદોષના નાશ કરે છે. પાલખના ઔષધિય ગુણો પણ ઘણા છે. દુનિયાના ઘણા દેશોમાં પાલખનું વાવેતર થાય છે. ગુજરાત સહિત ભારતના તમામ રાજયોમાં પાલખ નું વાવેતર જોવા મળે છે. જો કે આ પાક કિચન ગાર્ડન તથા અગાસી કુંડામાં સારી રીતે ઉગાડી લઈ શકાય છે.
કાબ્રોહાઇડ્રેટસ ર.૯ ટકા
વીટામીન "A" ૯૩૦૦ IU
વીટામીન "C" ર૮ મી. લી. | ૧૦૦ ગ્રામ
લોહ ૧૦.૯ મી. લી. / ૧૦૦ ગ્રામ
પોટેશિયમ ર૦૬.૦ મી. લી. / ૧૦૦ ગ્રામ
મેગ્નેશિયમ ૮૪ મી. લી. | ૧૦૦ ગ્રામ
હવામાનઃ
પાલખ શિયાળું પાક છે. ૧૫′-ર૫° સે ઉષ્ણતામાનમાં પાકનો વિકાસ સારો થાય છ ગુજરાતમાં નાના પાયા ઉપર કિચન ગાર્ડન દ્વારા ઉગાડવામાં આવે છે. પાલખ નું બિયારણ રાજકોટ માં પ્રખ્યાત ઓર્ગનિક ગાર્ડનિંગ નો શોપ પટેલ એગ્રો ભૂતખાના ચોક માંથી મળી જશે 9825229966
વાવેતર પાલખ ગ્રોબેગમાં ઉગાડી શકાય છે , ટેરેસ ગાર્ડનમાંટે આ સેલેડ માટે બેસ્ટ છે , બારે માસ પાલખ કરી શકાય છે . ગ્રો બેગમાં વર્મી કમ્પોસ્ટ , કાવ મેન્યુર , નીમ કેક માટી સાથે ખાસ નાખો , પાલખ એટલે કે સ્પીનિચ 10 સે.ગ્રે . થી 27 સે.ગ્રે . તાપમાન સહન કરી શકે છે . પાલખને 6 થી 8 કલાક સૂર્ય પ્રકાશ મળે તેવી જગ્યાએ વાવવું જોઈએ અથવા ગ્રો બેગ તેવી જગ્યાએ રાખવી જોઈએ
કાપણી:
વાવણી પછી ૩૦ દિવસ બાદ પાન થડ પાસેથી કાપણી કરવામાં આવે છે. પાલખમાં ૪-૫ કટીંગ આવે છે. જ્યારે કિચન ગાર્ડનમાં જરૂરીયાત પ્રમાણે રોજ-બ-રોજ પાન કાપણી કરી શકાય છે.
બીજ : પટેલ એગ્રો માં મળશે 9825229966
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.


Photo courtesy : google Image
0 comments