લાલચટાક બીટ ઉગાડો ઘર આંગણે





અંગ્રેજી નામ : Beet

વૈજ્ઞાનિક નામ : Beta vulgaris L

વતન : Asia Minor & Europe

કુળ : Chenopodiaceae


    બીટએ કંદમૂળ પ્રકારનો મહત્વનો પાક છે જે ગાર્ડન બીટ તરીકે પણ ઓળખાય છે. જે એક મીઠી, તંદુરસ્ત અને એન્ટીઓકસીડન્ટથી ભરપુર વનસ્પતિ છે. સામાન્ય રીતે, આ એન્ટીઓક્સીડન્ટ બીટના લાલ રંગદ્રવ્યની અંદર હોય છે.જે કેન્સર અટકાવનાર અને હૃદય રક્ષણ જેવા ગુણધર્મો ધરાવે છે. બીટ સરળતાથી ઊગી શકે છે અને ભારતમાં ઉગાડવામાં આવતી ટોચની ૧૦ શાકભાજીઓમાંથી એક બીટ છે. જેનો ઉપયોગ ખાસ કરીને સલાડ તરીકે, અથાણું બનાવવા, આઈસ્ક્રીમ, જેલી તથા ડબ્બાબંધીમાં થાય છે. કુમળા પાનનો ઉપયોગ શાકભાજી તરીકે વાપરી શકાય છે. બીટના મૂળમાં શર્કરા, કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન, વિટામીન-સી હોય છે. ઉપરાંત બીટનો ઉપયોગ નીચે મુજબ થાય છે.


ઉપયોગઃ


(૧) બિનઝેરીકરણ માટે ઉપયોગમાં લેવાય છે. 


(ર) રકતપ્રવાહ સુધારે છે અને રકત દબાણ ઘટાડે છે.


(૩) રારબી અને કેલેરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે.


(૪) હ્રદયરોગ અને સ્ટ્રોક સામે રક્ષણ આપે છે.


 (૫) મોટાભાગના અન્ય મૂળ અને કંદ કરતા વધુ પ્રમાણમાં પ્રોટીન અને આર્યન ધરાવે છે.


(૬) બીટમાં રહેલું ફાઇબર સરળ પાચન કાર્યોમાં મદદ કરે છે.


આબોહવા :

    બીટ એ ઠંડી ઋતુનો પાક છે. બીટને ઠંડા વાતાવરણમાં તમામ વર્ષ દરમ્યાન સરળતાપૂર્વક સારી રીતે ઉગાડી શકાય છે. સારી ગુણવત્તાવાળા કંદ મેળવવા ર૦° થી ર૫° સે. તાપમાન અનુકૂળ છે. આ વાતાવરણમાં ઉગતા બીટ સારી રીતે ગુણવત્તાવાળા, ઉચ્ચ શર્કરા અને ઘાટો આંતરિક રંગ હોય છે. લાંબા સમય માટે ઠંડુ વાતાવરણ છોડની વૃદ્ધિ ધીમી પાડે છે. બીટ ગરમ વાતાવરણમાં હવામાનમાં પણ સારી રીતે ઊગી શકે છે. પરંતુ વધુ પડતું તાપમાન બીટની ગુણવત્તા ઓછી કરે છે.


આદર્શ સમયઃ

    સપ્ટેમ્બર નવેમ્બર માસમાં (સાદી જમીન) બીટના બીજને ૩૦ સે.મી. × ૫ સે.મી. અથવા ૪૫ સે.મી. × ૧૦ સે.મી., ર સે.મી. થી ૩ સે.મી. ઊંડા વાવવામાં આવે છે. બે લાઈન વચ્ચેનું અંતર ૩૦ થી ૪૫ સે.મી. હોવું જોઈએ. બીજના અંકુરણ માટે ૧૦ થી ૧૫ દિવસ લાગે છે. આ દરમ્યાન નિયમિત રીતે પાણી આપવું જોઈએ. જ્યારે રોપા ૩ થી ૫ સે.મી. જેટલા વધે ત્યારે ૫ થી ૧૦ સે.મી.ના અંતરે નબળા રોપાને કાઢી નાખવામાં આવે છે. જેથી એક જગ્યાએ માત્ર એક જ રોપો રહે. બીટના વાવેતરથી પરિપક્વતા સુધી પહોંચતા બે મહિના જેટલો સમય લાગે છે.


કાપણી:

     બીટનો પાક ૯ થી ૧૦ અઠવાડિયામાં તૈયાર થાય છે. જ્યારે બીટનો વ્યાસ ૩ થી ૩.૫ સે.મી. જેટલો થાય ત્યારે પાન સાથે જમીનમાંથી ખેંચીને બહાર કાઢવામાં આવે છે જો બીટને વધુ વધવા દેવામાં આવે તો તે ખાસ કરીને સૂકા હવામાનમાં કડક અને નરમ બની જાય છે. કાપણી માટે શ્રેષ્ઠ સમય હલકો સૂર્યપ્રકાશનો દિવસ છે.


બીટ ના પાનની ભાજી પણ બને છે , પાલક સાથે બીટના પાનની ભાજી


બીટની જાળવણી અને સંગ્રહઃ

   બીટની કાપણી પછી એકસરખા માપના ૪ થી ૬ નંગ કંદોની જુડીઓ બનાવી બાંધી દેવી. સારા અને તંદુરસ્ત બીટનો સંગ્રહ કરવો. ૦° સે. તાપમાન અને ૯૦ % હવામાંનો ભેજ સ્ટોરેજ માટે અનુકૂળ છે. સાફ કરેલા બીટને પ્લાસ્ટિક બેગમાં ર અઠવાડિયા સુધી રેફ્રીજરેટરમાં સંગ્રહી શકાય છે.



વધુ વિગત તથા માહિતી માટે RKGC ફેસબુક કોમ્યુનિટી માં જોડાવ અને બીજ માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક રાજકોટ 9825229966 નો સંપર્ક કરી શકો 








0 comments

Add a heading by kheti rajkot