અંગ્રેજી નામ : Cherry Tomato
વૈજ્ઞાનિક નામ : Solanum lycopersicum var. cerasiforme
દેશી ચેરી ટામેટા નાના કદના ટામેટા છે
તે નાસ્તાના ટેબલ ઉપર પણ ગોઠવવામાં આવે છે. ચેરી ટામેટાનું કદ ચેરી જેટલું જ હોવાથી તેનું નામ ચેરી ટામેટા પડ્યું છે.
ઉપયોગીતા:
ચેરી ટામેટા એ ટામેટા જેવા જ ગુણધર્મો ધરાવે છે. ફક્ત કદમાં નાના હોય છે પરંતુ પોષણની બાબતમાં બન્ને પ્રકારના ટામેટા સરખા છે. પોષણની દ્રષ્ટિએ એક કપ ચેરી ટામેટામાંથી ૧.૩ ગ્રામ પ્રોટીન, ૧.૮ ગ્રામ ફાઇબર અને ૨૦ મિ.લી. ગ્રામ વિટામિન સી મળેછે.
ઔષધીયરીતે ચેરી ટામેટા ખૂબ જ મહત્વના છે. ચેરી ટામેટા કોલેસ્ટરોલનું નિયંત્રણ કરે છે. આ ઉપરાંત ચામડીના રોગો માટે પણ ઉપયોગી છે. ચેરી ટામેટા સલાડમાં, પિઝા સાથે સોસ જેવી અનેક વાનગી બનાવવામાં પણ ઉપયોગી છે.
હવામાન:
ચેરી ટામેટા ગરમ ઋતુમાં થતો પાક છે. ૧૯ થી ૩૦°સે. તાપમાનમાં છોડનો વિકાસ સારો થાય છે. આ છોડને વધુ પ્રમાણમાં સૂર્યપ્રકાશની જરૂર પડે છે. પરંતુ ભેજનું પ્રમાણ . ઓછું, ભારે વરસાદ અને વધુ તાપમાન છોડમાં રોગો અને ફળના ફાટવાની પરિસ્થિતિ ઉભી કરે છે.
જયારે ફળ બેસે છે ત્યારે છોડ નમી જાય છે તેથી છોડને ટેકા આપવા ખૂબ જ જરૂરી છે. જે માટે ટેકા વાંસની લાકડી તથા વાયરનો ઉપયોગ થાય છે. ફળના કદના નિયંત્રણ માટે છાંટણી કરવી ખૂબ જ જરૂરી છે. ૩ અથવા ૪ વાર છાંટણી કરવી જરૂરી છે. આ માટે મુખ્ય ડાળી અને આજુબાજુની જે ડાળી ફૂલની ડાળીથી થોડી નીચે હોય તે પસંદ કરવી જોઈએ અને ૩-૪ ડાળીઓ જ રાખી આજુબાજુની ડાળીઓની છાંટણી કરવી.







Photo courtesy : google Image
0 comments