કિચન ગાર્ડનિંગ માટે સૌથી અગત્યનું છે પોતા નો શોખ અથવા હોબી , જો તમને બાગકામ કરવાની ઈચ્છા હોય તો ચાલો બાગકામની સફળતાની એબીસીડી જોઈ લઈએ . ગ્રોબેગ ભરવા પોટિંગ મિક્સ ઘરે બનાવતા શીખીયે .
સૌથી પહેલાતો તમારા બગિચા માટે જોઈએ ફળદ્રુપ માટી આ માટી પોરસ જોઈએ , લાલ માટીના હોય તો કાળી અથવા રેતાળ માટી પણ ચાલે તેમાં પોરસ એટલેકે નિતાર સારો કરવા તેમાં 25 ટકા કોકોપીટ ઉમેરી શકાય . કોકોપીટ એટલે નાળીયેરના છોતરામાંથી કરેલ બારીક ભૂકો જે પાણીને પકડી રાખવા સાથે પોરોસોટી જાળવી રાખે છે .કોકોપીટ ભીનું બઝારમાંથી લેવાને બદલે કેક સ્વરૂપે મળતું સ્ટરિલિઝ્ડ લેવું હિતાવહ છે .ગ્રોબેગ માં માટી ભરતા પહેલા માટીમાં પોષક તત્વો અને જૈવિક કીટ નાશક ઉમેરવા પડશે .
ગ્રો બેગ ભરવા ઉપજ આપતી માટી બનાવવા માટે તમારી પાસે જે ખેતરાઉ માટી છે તેમાં 25 ટકા કોકોપીટ , દેશી ખાતર એટલે કે ગોબર ખાતર , વર્મી કમ્પોસ્ટ , વર્મિક્યુલાઇટ, પરલાઇટ, સીવીડ , જૈવિક ખાતર , જૈવિક ફુગનાશક , બાયો ફર્ટિલાઇઝર વગેરે ક્યાં છોડ ઉગાડવાના છે તેના આધારે મિક્સ કરી શકીયે . આ બધું ઓર્ગનિક પસંદ કરવું . બઝારમાં પોટમીક્ષ તૈયાર મળે તે સર્ટિફાઈડ હોય તો લેવું નહીંતર જાતે બનાવવું .
યાદ રાખો કુંડા કરતા ગ્રોબેગ સાચી પસંદગી છે તે ખર્ચાળ પણ નથી , હળવી છે અને કિફાયતી છે .
અમારી સાથે જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

Photo courtesy : google Image
0 comments