બોન્સાઈની શૈલીઓ - 9 કોકેડામા





કોકેડામાને ગરીબ માણસનું બોન્સાઈ પણ કહેવામાં આવે છે. કોકેદામા એ જાપાનમાંથી ઉદ્‌ભવેલ કલા છે જેના અર્થ થાય છે શેવાળનો દડો જાપાનીઓ હંમેશા સૌંદર્ય શાસ્ત્ર માટે ઊંડી કદર ધરાવે છે. કોકેદામાનો ઉદ્‌ભવ ૧૬૦૩ - ૧૮૬૮ સમયગાળામાં થયો હતો. કોકડામા જૂની નીરાઈ બોન્સાઈ પદ્ઘતિ પરથી ઉતરી આવ્યા છે જે બાગકામની સદીઓ જૂની કલા છે.

કોકેદામાને ઓફિસ જગ્યા અથવા બાથરૂમમાં (જયાં પ્રકાશ આવતો હોય ત્યાં ) લટકાવો (શેવાળ ભેજને પસંદ કરશે), ડાઇનિંગ રૂમના ટેબલ પર સેન્ટરપીસ તરીકે. બહારની જગ્યાઓ માટે, કોકેડામાને બાલ્કની, મંડપ અથવા અન્ય સંદિગ્ધ વિસ્તારમાં લટકાવી શકાય છે.


કોકેડામા  માટે જરૂરી સામગ્રી:

ઓછા વજન વાળું છોડ ઉગાડવાનું માધ્યમનું મિશ્રણ બોંસાઈ માટી (અળસિયા  ખાતર : રેતી : માટી ), પીટ મોસ, સ્ફગ્નમ મોસ, છોડ, શણની દોરી, કાતર, પાણી, સ્પ્રે.

૧. પીટ મોસ અને બોંસાઈ માટીને ૭ઃ૩ રેશિયોમાં મિકસ કરો. ધીમે ધીમે પાણી ઉમેરો અને મિશ્રણ કરો જયાં સુધી તે સુસંગતતા સુધી ન પહોંચે ત્યાર પછી નારંગીથી મોટા કદનો દડો બનાવો

૨. સ્ફગ્નમ મોસને પાણીમાં ભીના ન થાય ત્યાં સુધી પલાળી રાખો, પછી પાણી નીતારો. છોડ લો અને મૂળમાંથી માટી સાફ કરો. મૂળને વીંટાળવા અને છોડને સૂતળીથી બાંધવા માટે ભીના સ્ફગ્નમ મોસનો ઉપયોગ કરો.

૩. માટીના દડાને અડધા ભાગમાં તોડી નાખો. શેવાળથી આવરિત છોડને બે ભાગો વચ્ચે મૂકો, પછી જરૂર મુજબ આકાર આપો. દડાને લપેટવા માટે મોસનો ઉપયોગ કરો, પછી તેને સૂતળીથી બાંધો. જયારે કોકેડામા થઈ જાય, ત્યારે તેના પર સ્પ્રે વડે પાણીથી છાંટવું.

કોકેડામા સંભાળ

પાણી આપવાની રીત 

 દડા ને ઓરડાના તાપમાને પાણીના કપમાં લગભગ ૧૦ મિનિટ માટે પલાળી રાખો. પછી દડાને થોડી મિનિટો માટે કોરી જગ્યા પર સ્થાનાંતરિત કરો જેથી વધારાનું પાણી નીકળી જાય . જયારે દડામાંથી પાણી ટપકતું બંધ થઈ જાય ત્યારે ફરીથી એને મૂળ સ્થાન પર લગાવી શકાય છે. બે સંકેતો કે તમારા છોડને વધુ પાણી આપવામાં આવી રહ્યું છે, અથવા તે સંપૂર્ણપણે સૂકાઈ રહ્યું નથી તે છે પાંદડા પીળા થવા અને ફૂગ હાજરી. જો તમને તમારા છોડ પર ફૂગ જોવા મળે તો, ગરભરાશો નહીં - ફક્ત ચેપગ્રસ્ત પાંદડાને કાપી નાખો અથવા કૂગને ગરમ, ભીના ટુવાલથી લૂછી નાખો. 

કોકેડામાને ખાતર આપવાની રીત

વસંત અને ઉનાળા દરમિયાન, તમારા કોકેડામાને દર મહિને પ્રવાહી, ૨૫ મિલિ ગ્રામ/ લિટર સાંદ્રતા સાથે ખાતર (૧૯ ઃ૧૯ ઃ૧૯) આપો. ખાલી ખાતરને પાણીમાં ભેળવી દો અને હંમેશાં પાણી મળે એ રીતે કરો.

કોકેડામા બનાવવાં માટે છોડ પસંદગી કરવા માટેની લાક્ષણિકતાઓ ;

ઓછો છાંયો, મધ્યમ તાપમાન, ઓછું પાણીની જરૂરિયાત હોય તેવા છોડ પસંદ કરો જેવા કે સ્નેક પ્લાન્ટ, મની પ્લાન્ટ, સીંગોનીઅમ, હંસરાજ, ક્રાસુલા, સ્પાઇડર છોડ, અઁગ્લોનીમાં, સ્પાથિફિલમ અને બીજા મન પસંદિદા છોડ.


_______
RKGC by kheti rajkot

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot