માટીનું સ્વાસ્થ્ય Soil Health એ ઓર્ગેનિક ખેતી નો પાયો છે એટલે સ્વસ્થ માટી એવા તંદુરસ્ત છોડ પેદા કરે છે જે જીવાતો અને રોગોના હુમલાનો પ્રતિકાર કરી શકે છે. માટીને કમ્પોસ્ટ જેવા જૈવિક પદાર્થો દ્વારા સુધારી શકાય છે, જે માટીના બંધારણમાં સુધારો કરે છે, પાણી સંગ્રહવાની ક્ષમતા વધારે છે અને ફાયદાકારક સૂક્ષ્મ જીવોને પ્રોત્સાહન આપે છે. માટીને સમૃદ્ધ બનાવવા બોનમીલ , સમુદ્રી શેવાળ, વર્મીકમ્પોસ્ટ , સેન્દ્રીય ખાતર અને માછલીનું ખાતર જેવા કુદરતી તત્વો ઉમેરણ કરી શકાય .ઓર્ગેનિક ગાર્ડનિંગ માં કુદરતી જંતુ વ્યવસ્થાપન કરી અને જૈવિક નિયંત્રણ પર આધાર રાખો . દાળિયા એટલેકે લેડીબગ (ઢાલિયા જીવડાં), કરોળિયા અને પક્ષીઓ જેવા કુદરતી શિકારીઓને પ્રોત્સાહિત કરવાથી હાનિકારક જંતુઓને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.
ટપક સિંચાઈ અને મલ્ચિંગ (જમીન ઢાંકવા) જેવી તકનીકોનો ઉપયોગ કરવાથી ભેજ જળવાય છે. મલ્ચિંગ નીંદણને પણ દબાવે છે અને જેમ જેમ તે વિઘટિત થાય છે તેમ જમીનને સમૃદ્ધ બનાવે છે. રસોડાના એઠવાડ અને બગીચાના કચરાનું ખાતર બનાવવાની પોષક તત્વોથી ભરપૂર કમ્પોસ્ટ બને છે. આવું આવું કરીયે તો આપણે ઘર આંગણે ઓર્ગનિક ખોરાક આસાનીથી પકાવી શકીયે અને કુટુંબની સુખાકારી વધારી શકીયે .
આજેજ RKGC કોમ્યુનિટી ફેસબુક પેજ માં જોડાઈ જાવ અને ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ચેનલ માં જોડાઈ જાવ 9825229966
અમારી સાથે જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.
Photo courtesy : google Image
0 comments