આપણે હોંશે હોંશે કિચન ગાર્ડનિંગ શરુ કરીયે છીએ પણ ઘણી વખત ખોટી સોશિયલ મીડિયાની માહિતીના આધારે અથવા તો સાચા માર્ગદર્શન વગર ઘણી વખત નિષ્ફળતા મળે છે એટલે ચાલો વિચારીએ કે આપણે ક્યાં ક્યાં ભૂલો થાય છે .
ભૂલ ૧:
સીધા (દુકાન) પર પહોંચી જવું: નવા કિચન ગાર્ડનર ઘણીવાર કોઈ આયોજન વગર સીધા સ્ટોર પર જઈને બિનજરૂરી વસ્તુઓ અને છોડ ખરીદી લે છે.તેના બદલે શું કરવું ? પહેલા તમારા ફળિયામાં ફરો, બગીચાનો પ્રકાર વિચારો અને આયોજન કર્યા પછી જ ખરીદી કરવા જાઓ.
ભૂલ ૨:
માત્ર એક જ છોડથી શરૂઆત કરવી: ઘણા માને છે કે 'નાની શરૂઆત' એટલે માત્ર એક છોડ, પણ એક જ છોડ કંટાળાજનક હોઈ શકે છે અને જો તે મરી જાય તો લોકો ગાર્ડનિંગ છોડી દે છે.તેના બદલે શું કરવું: બે ત્રણ કુંડામાં ૩ થી ૫ અલગ પ્રકારના છોડ ઉગાડો જેથી તે વધુ રસપ્રદ રહે.
ભૂલ ૩:
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.
Photo courtesy : google Image
0 comments