ચોમાસામાં મકાનની અગાસી કે ટેરેસ ઉપર શાકભાજી ઉગાડી શકાય ?




ઘર આંગણે શાકભાજી વાવીને ઓર્ગેનીક શાકભાજી મેળવવા હોય તો આપણે વાડોલીયુ, 
ટેરેશ ગાર્ડન કે ઘાબા ગાર્ડન બનાવવું જોઈએ. 

જાતે પકવીને જાતે ખાવની વાત જ કંઇ ઓર છે. અગાસી કે ધાબા ઉપર પણ તમે શાકભાજી વાવેતર કરવા ઇચ્છતા હો તો વાવેતરની તૈયારી માટે કુંડા, લાકડાના બોક્ષમાં કે અલંગમાંથી મળતી પ્લાસ્ટીકની ટ્રે કે પછી હળવી ગ્રોબેગ  લાવીને જ્યાં 4 થી 6 કલાક નો સૂર્ય પ્રકાશ મળતો હોઈ ત્યાં જરૂર તેનું આયોજન કરી છત ઉપર પ્રો હોમ કિચન ગાર્ડન ઉગાડી શકાય .

આપણી RKGC કોમ્યુનિટી ની ફેસબુક ઉપર અત્યારે 500 થી વધુ રાજકોટના ઘરો કે જ્યાં કિચન ગાર્ડનિંગ ગયા વર્ષે થયું હતું તે જોડાયેલ છે હજી આ વર્ષે આપણે રાજકોટ માં જાતે પકવો ખાતે ખાવ કોન્સેપટને વધુને વધુ ઘરો સુધી પહોંચે અને બધા  પોતાના શાકભાજી ઓર્ગેનિકલી ઉગાડે તેવા અભિયાનમાં તમે પણ જોડાવ .આજે આપણી ફેસબુક કોમ્યુનિટીમાં જોડાવ અને કિચન ગાર્ડનની અત્ત થી ઇત્તિ માહિતી મેળવો અને નાનું લીલુંછમ બાગ ઉગાડો , સહેલું છે ,વધુ માહિતી અમારા એગ્રોનીમીસ્ટને પૂછી શકો છો .








0 comments

Add a heading by kheti rajkot