- જ્યાં છોડવા રાખવા છે તે ટેરેસ (છત) જરૂરી વજનને સહન કરવા માટે પૂરતું મજબૂત તેમજ જળ અવરોધક માધ્યમ ધરાવતું હોવું જોઈએ. આ ઉપરાંત વધારાના પાણીના સંપૂર્ણ નિકાલ માટે ચારે બાજુથી પૂરતો ઢાળ અને પૂરતા પ્રમાણમાં છિદ્રો હોવા જોઈએ.
- સપાણીનો પૂરવઠો અથવા છતની ટોચ પર પાણીની ટાંકીની સુવિધા હોવી જોઈએ. પાણીના કાર્યક્ષમ ઉપયોગ માટે અને છોડની સારી વૃદ્ધિ માટે ટપકસિંચાઈ પદ્ધતિને અનુસરવું. ઉનાળામાં છતને શેડનેટથી ઢાંકવું .
- પાકની પ્રકશસંશ્લેષણ માટેની જરૂરિયાત પૂરી પાડવા , ટેરેસ ગાર્ડનને ૬-૮ કલાક જેટલી સૂર્યપ્રકાશની જરૂરિયાત રહે છે. જેથી, બીજી ઇમારતોનો છાંયડો ટેરેસ ગાર્ડન પર ન પડે તે સુનિશ્ચિત કરવું અત્યંત જરૂરી છે.
- ઇમારતની છત પર પવનની ગતિ જમીનની સપાટી કરતાં વધુ હોય છે. જેથી છત પર પવન અવરોધી માળખા (વિન્ડબ્રેક્સ) રાખવા જોઇએ કારણ કે પવન વૃદ્ધિ માધ્યમને ઝડપથી સૂકવી શકે છે અને છોડને વારંવાર પાણી આપવાની જરૂર રહે છે. આ ઉપરાંત ગતિમાન પ્રવન છોડને નુકસાન પહોંચાડી શકે છે. -
0 comments