માટી એ છોડના વિકાસ માટે ટેકો પુરો પાડે છે. છોડને જરૂરી પોષણ મળે તે માટે તેને મદદ કરે છે આમ માટી છોડનો આધાર છે. કુંડા ભરવા માટે ખેતરાઉ માટીની જરૂર પડે છે.
કુંડાને ૧૦૦ ટકા કાળી માટીથી ભરી દેવાને બદલે ૩૩ ટકા ખેતરાઉ માટી જો લાલ માટી મળે તો સારું વતા ૩૩ ટકા સેન્દ્રીય ખાતર કે જે ગળતીયુ સડેલું ખાતર કહેવાય છે તે નાખવું જોઇએ, પરંતુ બઝારમાં તે મળતું નથી તેના બદલે બઝારમાં મળતું સેન્દ્રીય ખાતર મેળવીને વાપરવું જોઇએ અથવા વર્મીકમ્પોસ્ટ મળે તો તમારા કુંડાની માટી સાથે ભેળવવામાં આવે તો છોડને ઉગવામાં મદદ મળે છે.
જો વધુ સારું પોટિંગ મિક્સ બનાવવું હોઈ તો માટી ઓછી કરીને સાથે કોકોપીટ પણ ભેળવી શકાય , ઉપર દર્શાવેલ વસ્તુ સાથે મીકસ કરીને કુંડુ ભરવું જોઇએ. આ મીશ્રણ કુંડામાં નાખતા પહેલા કુંડાના તળીયે વધારાનું પાણી બહાર નીકળી જાય તે માટે કુંડામાં કાણું છે કેમ તે જોઇ લેવું જોઇએ અને તે કાણા ઉપર ટેરાકોટાનું અથવા નળીયાનો ટુકડો અથવા તો મોટા કાંકરાઓ મુકીને માટીથી કુંડુ ભરવું જોઇએ. જેથી વધારાનું પાણી કુંડામાંથી સહેલાઇથી નીકળી જાય.
|
|


Photo courtesy : google Image
0 comments