કિચન ગાર્ડનિંગ સારું કરવું છે .શું કાળજી લેવી પડશે ? શું આ સહેલું છે ? સલાહ ક્યાંથી મળશે
તમે પણ ચોક્કસ કરી શકો
સહેલું છે પરંતુ ગાર્ડનિંગ નો શોખ અને થોડી મહેનત કરવી પડશે
-ગ્રોબેગ ને શરૂઆતથીજ 4 થી 6 કલાક સૂર્ય પ્રકાશ મળે તેવી જગ્યાએ રાખવા,
- ગરમીમાં દિવસમાં બે વખત સ્પ્રેયર પંપ થી અને ઝારા વડે જમીનમાં પાણી આપવું, શિયાળામાં અને ચોમાસામાં દિવસમાં એક વખત પાણી આપવું.
- મહિના માં એકાદ વખત માટીના ઉપરના પડને ખોતરીને ગોડ કરવો અને વર્મી કમ્પોસ્ટ નાખવું , જરૂર પડે તો સ્પૂન સપ્લીમેન્ટ આપવું
- કિચન ગાર્ડનમાં જો કોઈ રોગ કે જીવાત દેખાય તો ખાટી છાશ, ગૌ મૂત્ર, નીમ - લીમડા નીમ એક્સટ્રેક્ટ 1500 પીપીએમ વાળું બઝારમાંથી લાવી દર અઠવાડિયે સ્પ્રે કરતો રહેવો , અથવા જાતે બનાવેલ મરચાનો રસ, રાખ, ઓર્ગેનિક જંતુનાશક નો ઉપયોગ કરી નિયંત્રણ મેળવવું,
- રસોડામાંથી નીકળતા જૈવિક કચરાને એક ખાસ પ્રકારના સેડવવાના બેક્ટેરિયા નાખી ને પાઇપ અથવા પીટમાં નાખી બ્લેક ગોલ્ડ ખાતર બનાવો.
સમશ્યા ના નિરાકરણ માટે આપણી RKGC રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી ના ફેસબુક પેજ માં ફોટા સાથે પોસ્ટ મુકવી
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
|
|



Photo courtesy : google Image
0 comments