યુરોપીયન રેડીશ (મૂળા) ઘર આંગણે ઉગાડો











અંગ્રેજી નામ : European Radish

વૈજ્ઞાનિક નામ : Raphanus sativus L.

વતન : Europe

કુળ : Brassicaceae


   યુરોપીયન મૂળાને બાગના મૂળા તરીકે પણ ઓળખાય છે કારણ કે છીછરી પણ ફ્ળદ્રુપ માટીમાં પણ સારી રીતે ઉગાડી શકાય છે. એશીયાટીક પ્રકાર કરતા તે કદમાં વધુ નાના હોય છે. આવા મૂળાનો ઉપયોગ સલાડ તરીકે ખાવામાં કરી શકાય છે. સામાન્ય રીતે બધી જાતો સફેદ અને લાલ રંગની હોય છે. એશીયાટીક મોટા મૂળાને ડાઇકોન કહેવાય છે.


પ્રકાર અને જાતો:

    યુરોપીયન રેડીશ ઝડપી ઉગતા છોડ છે. તેમાં પણ વહેલા અને મોડા ઉત્પાદન આપતી જાતો હોય છે. જલ્દી ઉત્પાદન આપતી જાતો ઠંડા વાતાવરણમાં અથવા શિયાળામાં ઉગાડવામાં આવે છે. જેમ કે ઓક્ટોબર-નવેમ્બરમાં મધ્યમ પહાડી પ્રદેશમાં ઉગાડી શકાય છે. ફ્રેન્ચ બ્રેકફાસ્ટ જાત ઉનાળામાં પણ ઉગાડી શકાય છે. આ પાકને સમયસર જરૂરિયાત પ્રમાણે પિયત મળી રહે તો તેનો વિકાસ સારો થાય છે.


ઉપયોગો:

*મૂળામાં વધુ પ્રમાણમાં એસ્કોબેંક એસિડ, ફોલીક એસિડ અને પોટેશિયમ હોય છે.

તેમાં વિટામીન બી-૬ વધુ પ્રમાણમાં હોય છે.

*તે ઉપરાંત રીબોફ્લેવીન, મેગ્નેશિયમ, કોપર અને કેલ્શિયમ પણ વધુ પ્રમાણમાં હોય છે.

*યુરોપીયન રેડીશ ઘર આંગણા માટે ખુબ જ સારો છોડ છે.

*સાથી ઉપયોગી ખાદ્ય ભાગ રૂપાંતરીત મૂળ હોય છે.

*તેની છાલ વિવિધ રંગોમાં ઉપયોગમાં આવે છે,

*મૂળાના કંદને સલાડ તરીકે કાચો ખાઈ શકાય છે.

*કાચા મૂળાનો સ્વાદ કકરો અને તીખો હોય છે.

ઉપયોગઃ

  મૂળાનો ઉપયોગ ભોજનમાં સલાડ તરીકે કરી શકાય છે. મૂળા ખાવાથી અનેક રોગો મટાડવામાં તથા રાહત મળે તે માટે કરી શકાય છે જેમ કે કફ, કેન્સર, ગેસ, લીવરની તફ્લીફો, કબજીયાત, ઘૂંટણનો વા, કીડનીની પથરી અને આંતરડાની તફ્લીફ જેવા રોગો માટે ઉપયોગ કરી શકાય છે.


આબોહવા:

    મૂળા એ સામાન્ય રીતે ઠંડી ૠતુનો છોડ છે. સામાન્ય રીતે મૂળા એ નાના અંતરાલનો છોડ છે. યુરોપીયન રેડીશ એ આદર્શ ટૂંકા સમયગાળાનો ઠંડા  પ્રદેશમાં થતો પાક છે. મૂળાનો સાથી સારો સ્વાદ અને તેનુ કદ ૧૦° થી ૧૫° સે. તાપમાનમાં સારો વિકાસ થાય છે.


બીજ અને અંતર :

   મૂળાએ બીજથી થતો પાક છે. મૂળાના બીજ બ્રાસિકા પીસીસના બધા કરતા મોટા કદમાં થતી જાત હોય છે. ૧૦૦ નંગ બીજનું વજન ૧ ગ્રામ જેટલું થાય છે. બીજનો દર ૭ થી ૮ કિલો/હેક્ટર હોય છે. રોપણીનું અંતર ૩૦ સે.મી. × ૭.૫ સે.મી. મૂળાના ઉત્પાદન માટે વાવેતર કરી શકાય છે. સારા આચ્છાદન માટે બીજનું વાવેતર ૧૨ દિવસના અંતરે કરવામાં આવે છે.



કાપણી:

    આ પાક વાવેતરના ર૦ થી ૩૦ દિવસ બાદ કાપણી માટે તૈયાર થઈ જાય છે. જ્યારે યુરોપિયન રેડીશ વપરાશમાં લઈ શકાય એટલી માપના તેમજ મોટા થાય ત્યારે કાપી લેવામાં આવે છે. મૂળા બહુ ઓછા સમય માટે ખાવાલાયક રહે છે. ત્યારબાદ તે પોચા અને ગરમ થઈ જાય છે. ઉનાળામાં મૂળા નાના હોય અને ચોક્કસ સુગંધ ધરાવતા થાય ત્યારે કાપી લેવા જોઈએ.


કાપણી પછીની માવજત:

    મૂળાનો સંગ્રહ ફ્રીજમાં કરવામાં આવે છે જ્યારે તેનો ઉપરનો ભાગ કાઢી નાખેલ હોય. મૂળાના પાંદડાના કારણે સંગ્રહ સમયે ભેજ અને પોષક તત્વોનું પ્રમાણ ઘટી જાય છે માટે પાંદડાને અલગથી સંગ્રહ કરવો જોઈએ. મૂળાને પ્લાસ્ટિકની બેગમાં વીંટાળીને ૫ થી ૭ દિવસ સુધી ફ્રીજમાં સંગ્રહ કરી શકાય છે.





વધુ માહિતી માટે RKGC ફેસબુક કોમ્યુનિટી માં જોડાવ અને બીજ માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક રાજકોટ 9825229966

0 comments

Add a heading by kheti rajkot