સેલેરી



સેલેરી


અંગ્રેજી નામ : Celery :


વૈજ્ઞાનિક નામ : Apiaum graveolens L.


વતન North Africa


કુળ: Apiaceae


ઓળખઃ 

  સેલેરી સલાડ પાકોમાં લેટયુસ પછી બીજુ સ્થાન ધરાવે છે. સામાન્ય રીતે આ પાકના લાંબા પાનની શાકીય દાંડી સલાડ તરીકે વપરાય છે તથા સુપમાં દાંડીના ટુકડા નાખવામાં આવે છે. સેલરી તરીકે યુરોપ અને અમેરીકાના દેશોમાં પુષ્કળ પ્રમાણમાં વપરાય છે. આપણે ત્યાં કિચન ગાર્ડનમાં ઉગાડવાની શક્યતા છે. સેલેરીના છોડ એક મીંટર જેટલા ઉંચા થાય છે. સામાન્ય રીતે ગાજરના છોડ જેવા દેખાવમાં લાગે છે અને દાળ-શાકમાં મનપસંદ આકર્ષક સુગંધ ઉમેરવા થાય છે. ઉપરાંત તેમાંથી જ્યુસ, સોસ, વગેરે બને છે.


પોષણમૂલ્ય: 

  સેલેરીમાં વીટામીન અને તેમનો એસીડ સારા પ્રમાણમાં રહેલ છે. 


હવામાનઃ

  ગુજરાતની પરિસ્થિતિમાં સેલેરી શિયાળામાં સાધારણ સંરક્ષણાત્મક પરિસ્થિતિમ ઉગાડી શકાય છે. ૧૫° - ર૦° સે. ઉષ્ણતામાન વિશેષ અનુકૂળ છે. પુરતો સૂર્યપ્રકાશ અને સુકુ હવામાન ખાસ માફ્ક આવે છે. નવેમ્બર - જાન્યુઆરી સમય રોપણી માટે વિશેષ યોગ્ય છે.



રોપણી અંતર :

૪૫-૫૦ દિવસનું ધરુ થાય ત્યારે ર'X 1'ના અંતરે પાળા પદ્ધતિએ રોપણી કરવી.


બ્લેન્સીંગ:

  વિકાસ પામતા છોડના મધ્યમ સીધો તડકો ન લાગે તે માટે કાગળ વીંટાળવામાં આવે છે. જેના પાનની દાંડીની કુમાશ અને સુંગધ જળવાઈ રહે છે. અથવા થડે ર-૩ તબક્કે માટી ચઢાવવામાં આવે છે.


કાપણી:

  સામાન્ય રીતે રોપણી પછી ૧૦૦-૧૨૦ દિવસે સેલેરીની પાનદાંડી ઉપયોગલાયક પાકટ થાય છે. ત્યારે છોડ ૪૦ સે. મી. ઉંચાઇનો થાય ત્યારે બાજુમાંથી નિકળતા પીલા કાઢવા અને મુખ્ય છોડ પાકટ થાય ત્યારે જમીનથી આખો છોડ કાપી લેવો.






0 comments

Add a heading by kheti rajkot