કેલે સલાડ માટે ઉત્તમ

\


અંગ્રેજી નામ  : Kale 


વૈજ્ઞાનિક નામ : brassica oleracea L 


વતન : Europe


કુળ : Brassicnce


   શિયાળું શાકભાજીમાં ખૂબ જ ઓછો જાણીતો આ પાક ભારતમાં છુટો છવાયો વવાતો હોય છે, આ પાક કેબેજ કૂળનો છે. પરંતુ કેબેજ જેવી ગાંઠ થતી નથી તેના પાનનો શાકભાજી તરીકે ઉપયોગ કરવામાં આવે છે.


પોષણ મૂલ્ય:


પાણી                     ૮૫ ટકા

કેલેરીશક્તિ             ૧૪૯ k cal

પ્રોટીન                    ૬.૪ ટકા

ચરબી                    ૦.૫ ટકા

રેસા                       ૧.૫ ટકા

કાર્બોહાઇડ્રેટસ          ૩૩.૧ ગ્રામ/૧૦૦ ગ્રામ

કેલ્શિયમ                 ૧૪૧ ગ્રામ/૧૦૦ ગ્રામ

ફોસ્ફરસ                  ૧૫૩ ગ્રામ/૧૦૦ ગ્રામ

લોહ                        ૧.૭ ગ્રામ/૧૦૦ ગ્રામ

સોડીયમ                   ૧૭.૦ મી.લી./૧૦૦ ગ્રામ

પોટેશિયમ                 ૪૦૧.૦ મી.લી./૧૦૦ ગ્રામ

વીટામીન "A"             ૮૭૦૦ IU/100 g

વીટામીન"C"              ૧ર૦ IU/100 g

વીટામીન B                ૦.૨૭ IU/100 g



હવામાનઃ

     કેલે આમ તો શીતકટીબંધમાં સારો થાય છે, પરંતુ સમશીતોષણ કટીબંધ જ્યાં ઉષ્ણતામાન ૧૦-૧૫ સે. સુધી જતું હોય ત્યાં નવી વિકસાવેલ જાતો  ઉગાડી શકાય છે.


રોપણી :

   કેબેજની માફક કેલેનુ ધરુ ઉછેરી 45 દિવસનું થાય ત્યારે ફેર રોપણી 45 સે.મી. X 30   સે.મી.કરવામાં આવે છે .ગુજરાતની પરિસ્થિતિમાં ઓક્ટોબરમાં ધરું ઉછેરવું અને નવેમ્બરમાં ફેર રોપણી કરવી .ધરુ ગ્રીન હાઉસમાં પ્લગ સીસ્ટમમાં ઉછેરવું.


    રોપણી પછી ૯૦ થી ૧૨૦ દિવસમાં પાક તૈયાર થાય ત્યારે આખા જ છોડની કાપણી કરવામાં આવે છે.







0 comments

Add a heading by kheti rajkot