ઘર આંગણે શાકભાજી ટેરેસ ગાર્ડન કઈ જગ્યાએ કરવું ?

Purna Organics: Set Up An Organic Garden | LBB, Bangalore


આંગણે લીલાછમ શાકભાજી વાવવા છે પક્ષીઓના મીઠા ટહુકા સાંભાળવા છે અને ઘરની ફરતે શેરીમાં લીલા છમ વૃક્ષો વાવવા છે. ચોમાસુ નજીક આવી ગયું છે ત્યારે આપણે આંગણામાં શાકભાજી ઉગાડવા હોય તો તેના માટે થોડો વિચાર કરીએ. ફળીયામાં ક્યા સ્થળે સવારથી સાંજ સુધીનો સીધો તડકો આવતો હોય તેવી જગ્યા શાકભાજી ઉગાડવા માટે પસંદ કરી શકાય. જયા છાયો આવતો હોય ત્યાં શાકભાજીનો વિકાસ થતો નથી ક્રોટોન જેવા શોભા ના છોડ  વાવી શકાય.

શહેરમાં બાજુ બાજુમાં મકાનો હોય, ફળીયુ નાનું હોય અને પુરતો સૂર્ય પ્રકાશ મળતો નવા હોય તો મકાનની છત ઉપર એટલે કે અગાશીમાં મોટી સાઇઝના કુંડાઓ અથવા મીડીયમ સાઈઝના લાકડાની પેટીઓમાં (આવી પેટીઓ આપણને ઓટોમોબાઇલ ડીલર પાસેથી ખૂબ જ નજીવા ભાવે મળી શકે કારણ કે તેમને આવી પેટીઓમાં દીલ્હીથી ઓટો પાર્ટસ આવતા હોય છે.) અથવા હવે તો બધા ગ્રોબેગમાં શાકભાજી ઉગાડે છે. ગ્રોબેગ અને પોટ મિક્સ તમને તમને રાજકોટ માંથી પટેલ એગ્રો માંથી મળી જશે.

ગ્રોબેગમાં કે કુંડામાં અને લાકડાની પેટીમાં નીચે કાકરા અને ઉપર ૩૩ % અળશીયા દ્વારા તૈયાર થયેલું વર્મી કંપોસ્ટ, ૩૩ % સેન્દ્રીય ખાતર અને ૩૩% સારી ખેતરાઉ માટીનું મીશ્રણ કરી કુંડા અને લાકડાની પેટી ભરી દેવી જોઇએ જો લાકડાની પેટીમાં વચ્ચે બહું મોટી જગ્યા હોય તો કાળા પ્લાસ્ટીકમાં નીચેના ભાગમાં પંચથી કાણા પાડીને વધારાનું પાણી નીકળી જાય તે માટેની વ્યવસ્થા કરી આવા કાળા પ્લાસ્ટીકને લાકડાના ખોખા માં પાથરીને તેમાં ઉપર પ્રમાણેની સપ્રમાણ મિશ્રણ ભરી તૈયાર કરવા જોઇએ. છત ઉપર કુંડા રાખવા હોય તો છત ઉપર વોટર પ્રુફીગ ખાસ કરાવી લેવું જોઇએ. જેથી કુંડામાંથી રોજે રોજ નીકળતા વધારાના પાણીને લીધે છતમાં ભેજ ઉતરે નહી. 



ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ગ્રુપમાં જોડાવ 98 25 22 99 66
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments