ટેરેસ ગાર્ડન શાકભાજી ઉગાડવા શું કરવું ? 




ટેરેસ ગાર્ડન અથવાતો અર્બન ફાર્મિંગ આજના યુગની માંગ છે , અગાસીમાં તડકો છે કે છાંયડો છે તે જોઇને તે પ્રમાણે ટેરેસ ગાર્ડન કરી શકાય . 

પ્લાસ્ટિકના મોટા કુંડા કે પીપમાં વેલ , મોટા છોડ કે પપૈયા જેવા ઝાડ પણ ઉગાડી શકાય અથવા  લતા વેલ ઉગાડીને  મંડપ પણ અગાશીમાં થઇ શકે છે. 

એક વાત ખાસ નોંધી લો કે જો તમે ટેરેસ ગાર્ડન કરો છો તો ધાબાને વોટર પ્રુફીંગ ટ્રીટમેન્ટ ખાસ આપી દેજો  કારણ કે દરેક કુંડા  માંથી વધારાનું પાણી તમારી ટેરેસ માં પડશે . આ બધી વ્યવસ્થામાં વધારાનું પાણી નીતરી જાય તેવી વ્યવસ્થા પણ કરવી ખાસ જ જરૂરી છે.


હાલમાં કિચન ગાર્ડનિંગ બધા  ગ્રોબેગ ની વિવિધ સાઈઝ આવે છે તેમાં કરે છે ગ્રોબેગ જે વજન માં ખુબ હળવી હોઈ છે , યુવી પ્લાસ્ટિક હોવાથી તડકામાં 4-5 વર્ષ ટકે છે . ગ્રોબેગમાં વિવિધ શાકભાજીનું વાવેતર કરી ધર માટે જરૂરી શાકભાજી  ઉગાડી શકાય છે.આપણી RKGC કોમ્યુનિટી રાજકોટમાં 500 થી વધુ ઘરોમાં દર વર્ષે ઓર્ગનિક શાકભાજી ઉગાડવાનો અને જાતે પકવી જાતે ખાવ કોન્સેપટ ચલાવે છે તેમાં તમે આ વર્ષે ભાગ લ્યો અને તમે પણ તમારા પરિવાર પૂરતું શાક ઘરબેઠા ઉગાડી જુવો , મજા આવશે , સહેલું છે . આજેજ માહિતી માટે RKGC ફેસબુક કોમ્યુનિટીમાં જોડાવ .
















0 comments

Add a heading by kheti rajkot